New Update
/connect-gujarat/media/media_files/2025/12/04/dhadhar-river-bridge-2025-12-04-17-37-44.jpg)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૪ના જંબુસરથી ભરૂચ રોડ ઉપર આવેલી ઢાઢર નદીનાં બ્રીજ ઉપર ભારે વાહનો પસાર થતા હોય આ બ્રીજની સલામતીને જોતાં બ્રીજ ઉપરથી પસાર થતાં ભારે માલવાહક વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા અંગે અગાઉ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું.
જેમાં હવેથી વધુમાં વધુ ૨૫ ટન સુધીની વજન ક્ષમતા ધરાવતાં (૬ વ્હીલ સુધીનાં) વાહનો તથા ખાલી વાહનોની ટ્રાફિક કંટ્રોલ સાથે સિંગલ લેનમાં પસાર થવા મુક્તિ આપવામાં આવી છે. જ્યારે ૨૫ ટનથી વધુ વજન ક્ષમતા ધરાવતા ભારે કોમર્શિયલ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ યથાવત રાખવા સાથે રૂટ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
Latest Stories