ભરૂચ: નેત્રંગના ફૂલવાડી વીજ સબસ્ટેશનના સમર્થનમાં આવ્યા ગ્રામજનો, અગાઉ વિપક્ષે નોંધાવ્યો હતો વિરોધ

નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવા અને નેત્રંગ તાલુકાનાં થવા ગ્રૂપ ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ ગ્રામજનો દ્વારા રેલી સાથે આજરોજ એક આવેદન પત્ર પાઠવ્યું

New Update

ભરૂચના નેત્રંગ તાલુકાના વીજ સબ સ્ટેશનનો વિવાદ

સબ સ્ટેશનના સમર્થનમાં આવેદનપત્ર પાઠવાયું

મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાય

અગાઉ કોંગ્રેસ દ્વારા પાઠવાયું હતું આવેદનપત્ર

વિપક્ષના આક્ષેપોને ખોટા ગણાવાયા

ભરૂચના નેત્રંગ તાલુકાનાં થવા ગ્રૂપ ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ ખાતે વીજ પાવર હાઉસના સમર્થનમાં આગેવાનો અને ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું
ભરૂચની નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવા અને નેત્રંગ તાલુકાનાં થવા ગ્રૂપ ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ ગ્રામજનો દ્વારા રેલી સાથે આજરોજ એક આવેદન પત્ર પાઠવ્યું હતું..
જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ-8મી ઓગસ્ટના રોજ થવા ગ્રુપ ફુલવાડી ગ્રામ પંચાયતનાં વિરોધમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના શેરખાન પઠાણ અને પંચાયતની ચુંટણીમા હારી ગયેલાં ઉમેદવાર અને તેઓની પેનલનાં માણસોએ ખોટા આક્ષેપો સાથે સરપંચની વિરોધમાં આવેદન પત્ર પાઠવ્યું હતું.
5મી જૂનના રોજ ગ્રામસભા યોજાઇ હતી જેમાં સર્વાનુમતે વીજ પાવર હાઉસ માટેની જમીનનો પ્રસ્તાવ મંજુર કરી ઠરાવ પસાર કર્યો હતો.જે ઠરાવને સમર્થન આપી વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા હોય આ પાવર હાઉસ બનાવવામાં આવે તો આજુબાજુ ગામના ખેડૂતો,વિદ્યાર્થીઓ અને લોકોને પણ રાહત મળે તેમ છે.
#Netrang News #Virodh #નેત્રંગ #કોંગ્રેસનો વિરોધ #ફૂલવાડી વીજ સબસ્ટેશન #ફુલવાડી ગ્રામ પંચાયત #ફૂલવાડી ગામ
Here are a few more articles:
Read the Next Article