અંકલેશ્વર ઉદ્યોગ મંડળની યોજાય હતી ચૂંટણી
વિકાસ પેનલનો થયો હતો વિજય
નવા પ્રમુખના નામની જાહેરાત
વિમલ જેઠવા બન્યા નવા પ્રમુખ
આગેવાનોએ પાઠવી શુભેચ્છા
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી હતી. 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર કબજો જમાવ્યો હતો ત્યારે આજરોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની બેઠક યોજાઇ હતી જેમાં મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી.તો આ તરફ ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ સેક્રેટરી તરીકે નિલેશ પટેલ, ટ્રેઝરર તરીકે ચંદુલાલ અકબરી, જોઈન્ટ સેક્રેટરી તરીકે પી.આર.રાવ અને ભરત પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવ નિયુક્ત પ્રમુખ વિમલ જેઠવા લાયન્સ ક્લબ સાથે વર્ષોથી સંકળાયેલા છે અને હાલમાં તેઓ લાયન્સ સ્કૂલના ટ્રસ્ટી છે.આ ઉપરાંત અગાઉ તેઓ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે ત્યારે તેઓ વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે.આ તરફ તેઓ સામે ઉદ્યોગપતિઓને સાથે રાખીને ઉદ્યોગોને કનડતા વિવિધ પ્રશ્નોના નિરાકરણનો પડકાર રહેશે.આ સાથે જ અધિકારીઓ સાથેના તાલમેલની પણ તેઓએ ચોકસાઈ રાખવી પડશે.