/connect-gujarat/media/media_files/2025/07/30/viml-2025-07-30-17-23-35.jpeg)
અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં એક સમયે મેનેજીંગ કમિટીના સભ્ય એવા વિમલ જેઠવા આજે પ્રમુખ તરીકે આરૂઢ થયા હતા.આ સાથે જ નવા હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર ઉદ્યોગ જગત અને રહેણાંક વિસ્તારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.ખાસ કરીને પ્રજા અને ઉદ્યોગ જગતને સીધી લીટીમાં સ્પર્શે તેવા પ્રશ્નોના નિરાકરણની નૈતિક જવાબદારી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના શિરે છે.તાજેતરમાં જ AIAની યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલ ભવ્ય વિજય સાથે ઉદ્યોગ મંડળમાં પરિવર્તનનું વાતાવરણ સર્જી દીધું હતું.અને હવે ઉદ્યોગ મંડળની ઓફિસ બેરરમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
જેમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી કરવામાં આવી હતી,જ્યારે ઉપપ્રમુખ હસમુખ પટેલ,બાબુ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ,ખજાનચી પદે ચંદુ અકબરી
અને જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ અને પી.આર.રાવની વરણી કરવામાં આવી હતી.નવા હોદ્દેદારોની વર્ણીને સૌએ વધાવીને ઉદ્યોગજગતે અભિનંદન પાઠવ્યા હતા.