/connect-gujarat/media/media_files/2025/05/17/7pmBXPXNwk80dvflQTh2.jpg)
ભરૂચ જિલ્લાના પાલેજ ઇખર અને સરભાણનાં માર્ગની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગ સોશિયલ મીડિયાના પૂર્વ ચેરમેન જુનેદ પટેલ દ્વારા ભરૂચ જિલ્લાના પાલેજ,ઇખર તેમજ સરભાણના ખખડધજ રોડ અંગે મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષા સુધી લેખિતમાં રજૂઆતો કરી હતી.જેના કારણે આ રસ્તો બનાવવા માટે16.50કરોડરૂપિયામંજૂર કરવામાં આવ્યા હતા.અને મોડે મોડે પણ આ માર્ગની કામગીરી શરુ કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો,તેમજઆ સંદર્ભે જુનેદ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો,તેઓની રજૂઆતને યોગ્ય ન્યાય આપવા બદલ જુનેદ પટેલે મુખ્યમંત્રી, ભરૂચ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.