New Update
નર્મદા નદીની જળ સપાટીમાં વધારો
નદીની સપાટી 17 ફુટને પાર
કાંઠા વિસ્તારોમાં એલર્ટ
નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી
નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થતા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમના 12 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે સાંજના સમયે નદીની સપાટી 18 ફૂટને પાર કરી ગઈ હતી નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે નદીની સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો થતા તંત્ર દ્વારા નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
Latest Stories