-
બોરની કામગીરી બની સ્થાનિકો માટે ત્રાસજનક
-
કીચડ સાથે પાણી રોડ પર વહેતા હાલાકી
-
દસ દિવસથી ચાલી રહી છે બોરની કામગીરી
-
સર્જાયેલી ઘટનામાં વાહનો થયા સ્લીપ
-
સિનિયર સિટીઝન્સને માર્ગ પર પસાર થવું બન્યું મુશ્કેલરૂપ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડી ગામની શ્રીનાથ સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી ચાલતી બોરની કામગીરી દરમ્યાન કીચડ સાથે પાણી માર્ગ પર વહેતા બાજુમાં આવેલી સાંઈ વાટિકા સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલ સાંઈ વાટિકા સોસાયટીના રહીશો છેલ્લા 10 દિવસથી ભારે હાલાકી વેઠી રહ્યા છે. પાડોશી સોસાયટી એવી શ્રીનાથ સોસાયટી ખાતે બોરની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી દરમિયાન જમીન માંથી નીકળતું કીચડ સાથેનું પાણી જાહેર માર્ગ પર ફેલાઈ રહ્યું છે. જે કીચડ સાથેના પાણી માંથી પસાર થતા લોકો લપસી રહ્યા છે, તો વાહન સાથે સ્લીપ રહ્યા છે. જ્યારે સિનિયર સીટીઝનને સૌથી વધુ સમસ્યા નડી રહી છે.
આ અંગે સોસાયટી દ્વારા રજુઆત કરવામાં આવી હતી,પરંતુ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા ગ્રામ પંચાયત દ્વારા સમસ્યાના નિવારણ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી છે.