/connect-gujarat/media/media_files/2025/08/21/bharuch-suicide-news-2025-08-21-20-21-19.jpg)
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આજરોજ સાંજના સમયે એક પરણીતા જીવનલીલા સંકેલવા માટે નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી હતી અને નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલા જ રીક્ષા ચાલક અને રાહદારીઓએ તેને બચાવી લીધી હતી.
આ અંગેની જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મહિલાને પોલીસ ચોકી લઈ જવામાં આવી હતી જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતના વારંવાર બનાવો બને છે ત્યારે તંત્ર દ્વારા બ્રિજની બન્ને તરફ સેફટી જાળી લગાવવાના કામને મંજૂરી આપી દેવામાં આવી છે.હાલ આ કામ પ્રગતિમાં છે ત્યારે વહેલી તકે સેફટી જાળીનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.