New Update
ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલો છે નર્મદા મૈયા બ્રિજ
બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત
આખરે બ્રિજની બન્ને તરફ લાગશે નેટ
રૂ.1.55 કરોડનો કરવામાં આવશે ખર્ચ
ભરૂચ-અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ જે વર્ષોથી સ્યુસાઇડ પોઇન્ટ તરીકે રહ્યો છે, તેને હવે સુરક્ષા કવચ મળશે. આપઘાતના બનાવોને અટકાવવા માટે રૂ. 1.55 કરોડના ખર્ચે બ્રિજની બન્ને બાજુ સુરક્ષા નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે. હાલમાં પ્રારંભિક તબક્કા હેઠળ સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે. સેમ્પલિંગ બાદ જો ડિઝાઇનમાં ફેરફાર જરૂરી જણાશે તો તે કરવામાં આવશે. આગામી 10 દિવસમાં બ્રિજના મટીરીયલની ચકાસણી પૂર્ણ કરી બન્ને બાજુ સંપૂર્ણ નેટ લગાવવાની કામગીરી હાથ ધરાશે.
સ્થાનિક લોકોએ અગાઉ બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાવવાની માંગ સાથે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને અનુસરીને તંત્ર દ્વારા કામગીરી શરૂ થતા લોકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાતના અનેક બનાવો બન્યા છે. આ પહેલથી આવા બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને નાગરિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
Latest Stories