New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
યોગ બોર્ડ દ્વારા આયોજન કરાયું
મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત કેમ્પ યોજાયો
ચાર સ્થળોએ યોગ કેમ્પનું આયોજન
મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા
ભરૂચમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પ ફેઝ 3 અંતર્ગત યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં મેદસ્વિતા મુક્ત કેમ્પ ફેઝ 3 યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ભરૂચમાં ખાતે યોગ કોર્ડીનેટર બિનિતા પ્રજાપતિના માર્ગદર્શન 4 કેમ્પનું આયોજન જીએનએફસી, માતરીયા તળાવ,ઝાડેશ્વર શ્રીનાથજી તેમજ ચાવજ મહા માંગલ્ય રેસીડેન્સી ખાતે થયું હતું. આ કેમ્પમાં 240 થી વધુ સાધકોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને યોગવીરો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories