અંકલેશ્વરમાં જાહેરમાં તલવારથી કેક કાપવી યુવાનને પડ્યું ભારે,વિડીયો વાયરલ થતા પોલીસે કરી અટકાયત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાં એક યુવાન દ્વારા  જાહેરમાં જન્મદિવસની કેક તલવાર વડે કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • જન્મદિવસની ઉજવણી પડી મોંઘી

  • યુવાને જાહેરમાં કાપી હતી કેક

  • ઉત્સાહી યુવાને તલવારથી કાપી કેક 

  • વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ 

  • પોલીસે યુવકની કરી અટકાયત 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાં એક યુવાન દ્વારા  જાહેરમાં જન્મદિવસની કેક તલવાર વડે કાપીને ઉજવણી કરવામાં આવી હતી.જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે યુવકની અટકાયત કરી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની યોગેશ્વર નગરમાં રહેતા વિષ્ણુ રાજકુમાર કુશ્વાહા ઉ.વ.24ના એ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેરમાં કેક કટિંગ કરીને ઉજવણી કરી હતી,જોકે આ ખુશીના પળની ઉજવણીમાં તે ભાન ભૂલી જતા કેક તલવાર વડે કટિંગ કરી હતી,અને આ અંગેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

જે અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી,અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર વિષ્ણુ કુશ્વાહાની અટકાયત કરવામાં આવી હતી.પોલીસે તેની સામે જી.પી.એક્ટ કલમ 135 (3) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Latest Stories