-
તળાજા તાલુકાના આંબલા ગામની ચકચારી ઘટના
-
11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર
-
બાળકીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યું
-
પીડિતાના પરિવારે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
-
પોલીસે નરાધમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. તળાજા તાલુકાના દાઠા પોલીસની હદમાં આવતા આંબલા ગામે વાડી વિસ્તારમાં એક નરાધમે 11 વર્ષીય બાળકીને પીંખી નાખી હતી. બાળકીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મની સરમનાક ઘટના સામે આવી છે.
પીડિત બાળકીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, જ્યારે ઘટનાને લઈ મહુવા ASP અંશુલ જૈન પણ દાઠા દોડી આવ્યા હતા. તો બીજી તરફ, ભોગ બનનાર દીકરીના પિતાએ દાઠા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર મામલે પોલીસે નરાધમ કરણ શ્યામજી ધાપાને ઝડપી પાડ્યો હતો. પીડિત દીકરીને ન્યાય મળે તે માટે ASP અંશુલ જૈન દ્વારા વહેલી તકે ચાર્ટસીટ દાખલ કરવા હુકમ કરાયો છે.