ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની શાળાનું મકાન જર્જરિત બનતા અહીં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓએ ખુલ્લા શેડમાં બેસીને ભણવાનો વારો આવ્યો છે
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની શાળા જર્જરિત બનતા અહીં અભ્યાસ કરતા 1 થી 8 ધોરણના 200થી વધુ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠોંડા ગામની આ સરકારી શાળા 70 વર્ષ કરતા વધુ જૂની છે. જેમાં 1 થી 8 ધોરણના 200થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે.દોઢ વર્ષ પૂર્વે આ શાળાના રૂમની છત જર્જરિત બની જવાના કારણે ધરાશાય થઈ ગઈ હતી,જ્યારે અન્ય રૂમોની છત પણ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે,કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ માટે વિદ્યાર્થીઓને શાળાના કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલા ખુલ્લા શેડમાં બેસીને ભણવું પડે છે.જિલ્લા પંચાયત હસ્તકની આ શાળાને પાડી નાખવા માટે મંજૂરી તો આપી દેવામાં આવી છે પરંતુ આ પ્રક્રિયા માત્ર કાગળ પર રહી ગઈ છે ત્યારે જર્જરિત બનેલી આ શાળાને પાડીને નવી બનાવવા માટે કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.