Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સ્થાપનને 299 વર્ષ પૂર્ણ, આયોજિત ત્રીદિવસીય કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ

ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રીદિવસીય ભાવનગર કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો.

X

ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રીદિવસીય ભાવનગર કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો. આ કાર્નિવલનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. જેમાં નામાંકિત કલાકારો સાંઈરામ દવે, કિંજલ દવે અને પાર્થિવ ગોહિલે કલાના ઓજસ પાથર્યા હતા.

ભાવનગર શહેર કે જે તેની સ્થાપનાના 299 વર્ષ પૂર્ણ કરી 300માં વર્ષનો પ્રારંભ કરી રહ્યું છે, ત્યારે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પ્રેરિત અને ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રીદિવસીય ભાવનગર કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો. ત્રીદિવસીય ભાવનગર કાર્નિવલના પ્રથમ દીને રાજ્યપાલ દેવવ્રતના હસ્તે દીપપ્રાગટય સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આચાર્ય દેવવ્રત કે જેઓ ગાય આધારિત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને દોરવામાં સફળ બન્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી થકી સમૃદ્ધ બનેલા 5 ખેડૂતોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે ખાસ દેશની અખંડિતતા માટે સૌપ્રથમ રજવાડું અર્પણ કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમની દીર્ઘદ્રષ્ટિથી ભાવનગરની પ્રજા માટે જે સુવિધા ઉભી કરી હતી તે સુવિધામાં ઘણો વધારો થયો છે. જ્યારે આ ખાસ અવસરે કલાકારો સાંઈરામ દવે, કિંજલ દવે અને પાર્થિવ ગોહિલે કલાના ઓજસ પાથર્યા હતા. જ્યારે આ ખાસ અવસરે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

Next Story