-
દિવાળીની રાત્રે ભાવનગરમાં ફેલાય હતી રક્તની હોળી
-
એક જ રાત્રીમાં 3-3 હત્યા થતાં પોલીસ પણ દોડતી થઈ
-
તબીબની હત્યા મામલે પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી
ભાવનગર શહેરમાં 2 તથા ઘોઘા હાથબ ગામે એક યુવાનની હત્યા મળી એક જ રાત્રીમાં 3-3 હત્યા થઈ હતી. જેમાં યોગીનગર ખાતે થયેલ તબીબની હત્યા મામલે પોલીસે 8 શખ્સોમાંથી સગીર સહિત 6 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેર તથા જિલ્લામાં દિવાળીની રાત્રે રક્તની હોળી ફેલાય હતી. જેમાં પ્રથમ બનાવ ઘોઘા પોલીસ સ્ટેશન તાબામાં આવતા હાથબ ગામે ફટાકડા દૂર ફોડવાનું કહેતા આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજતા ઘટના હત્યામાં પરિણમી હતી, જ્યારે બીજી ઘટના પ્રેમ સંબંધની દાજ રાખી એક મહિલા સહિત 2 લોકોએ એક ઇસમ પર જીવલેણ હુમલો કરતાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્તનું મોત નીપજ્યું હતું. આ સાથે જ અન્ય ત્રીજી ઘટના એરપોર્ટ રોડના બાલયોગી નગરમાં દિવાળીની મધરાત્રિએ ફટાકડા ફોડવા બાબતે થઈ હતી.
6 જેટલા અસામાજિક તત્વો દ્વારા ડો. શિવરાજ લાખાણીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ મામલે ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી, ત્યારે પોલીસે એક સગીર સહીત છ શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.