Connect Gujarat
ગુજરાત

ભાવનગર : માતા-પુત્રી પર સામાન્ય બાબતે 4 રાઉન્ડ ફાયરીંગ, સારવાર દરમ્યાન પુત્રીનું મોત...

શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં રહેતી માતા અને પુત્રી પર પાડોશીએ સામાન્ય બાબતે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

X

ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં રહેતી માતા અને પુત્રી પર પાડોશીએ સામાન્ય બાબતે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, ત્યારે સારવાર દરમ્યાન પુત્રીનું મોત નિપજતા પોલીસે હત્યારાને વહેલી તકે ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

ભાવનગર શહેર તથા જીલ્લામાં દિન પ્રતિદિન ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે 2 દિવસ પહેલા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સવાઈગરની શેરીમાં રહેતા પડોશીઓ કરીમ શેરઅલી રાશયાણી અને અનવર વાઢવાણીયાના પરિવાર વચ્ચે શેરીમાં બિલ્ડીંગ કન્ટ્રકશન માટેના જરૂરી મટીરીયલ જે શેરીમાં પડ્યું હોય અને જે આવવા-જવાના માર્ગમાં બાધારૂપ બનતું હોય જેને લઇ થયેલી બોલાચાલીમાં કરીમ નામના ઇસમે પોતાની પાસે રહેલી પિસ્તોલ વડે અનવરના પત્ની ફરીદાબેન અને તેની પુત્રી ફરિયાલબેન પર 4 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

જે ઘટનામાં ફાયરીંગ કરીને નાસી છૂટતો કરીમ CCTV કેમેરામાં પણ કેદ થયો હતો. જેમાં તેની પસે રહેલું પિસ્તોલ જેવું હથિયાર પણ નજરે પડતું હતું. આ ફાયરીંગમાં માતા-પુત્રીને ઈજાઓ થતા બન્નેને તાત્કાલિક સારવાર અર્થે સર.ટી.હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગત રાત્રીના સમયે સારવાર દરમ્યાન પુત્રી ફરીયાલનું મોત નીપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જેથી પોલીસે IPC કલમ 302નો ઉમેરો કરી ફાયરીંગની ઘટનાને અંજામ આપી નાસતા ફરતા કરીમને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story