Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રૂ. 68 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોર્ટ બિલ્ડીંગનું કરાશે નિર્માણ, કેન્દ્રિય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન

ભાવનગર ખાતે રૂ. 68 કરોડના ખર્ચે 6 માળના 25 કોર્ટ રૂમ ધરાવતા અત્યાધુનિક સુવિધા સજ્જ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવનાર છે.

ભાવનગર : રૂ. 68 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોર્ટ બિલ્ડીંગનું કરાશે નિર્માણ, કેન્દ્રિય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન
X

ભાવનગર ખાતે રૂ. 68 કરોડના ખર્ચે 6 માળના 25 કોર્ટ રૂમ ધરાવતા અત્યાધુનિક સુવિધા સજ્જ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવનાર છે. ભાવનગરમાં હાલમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ હાઇકોર્ટ રોડ પર આવેલું છે, જે ગીચ વિસ્તાર હોય અને વકીલો, અરજદારો સહિત ટ્રાફીક જામ થવાથી લોકો પરેશાન થતાં હોય છે, ત્યારે આ કોર્ટ બિલ્ડીંગ અન્ય સ્થળે ફેરવવા માંગણી કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે સરકાર દ્વારા સિદસર રોડ પર જ્ઞાનમંજરી એન્જિનીયરીંગ કોલેજમાં કોર્ટ બિલ્ડીંગ માટે જગ્યા ફાળવાતા નવા કોર્ટ બિલ્ડીંગનો ભૂમિપૂજન સમારોહ કેન્દ્રીય લો એન્ડ જસ્ટીસ મંત્રી કિરેન રિજિજુની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. પ્રથમ વખત ભાવનગર આવેલા મંત્રી કિરેન રિજિજુનું ગોહિલવાડમાં અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના સાંસદ ડો. ભારતી શિયાળ, રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય વિભાવરી દવે, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મેયર કિર્તી દાણીધારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા, ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી જી.આર.રાઘવેન્દ્ર, ગુજરાત સરકારના લો સેક્રેટરી પી.એમ.રાવલ, ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદા, મ્યુ. કમિશનર એન.વી.ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

Next Story