New Update
/connect-gujarat/media/post_banners/cf7624e97621d86bf79ec1881eebf9a2c6e34d7402aa7d154555c9dfc0c30460.jpg)
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય જીત હાંસલ કરતા ભાવનગર કોંગ્રેસ દ્વારા જીતની ખુશી મનાવવામાં આવી હતી
આજરોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામ ખુલતાની સાથેજ કૉંગ્રેસે બાજી મારી હતી ત્યારે બપોર સુધીમાં કોંગ્રેસે લીડ મેળવી પોતાની જીત નક્કી કરી નાખતા ભાવનગર શહેર કૉંગ્રેસ દ્વારા શહેરના ઘોઘાગેટ ચોક ખાતે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.આ ઉજવણી દરમિયાન વિરોધ પક્ષના નેતા ભરત બુધેલીયાએ ભાપજ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કર્ણાટકની જનતાએ ભાજપને જાકારો આપ્યો છે તેમજ 2024માં દેશની જનતા પણ ભાજપને જાકારો આપશે અને કૉંગ્રેસને ભવ્ય જીત અપાવશે
Latest Stories