Connect Gujarat
ગુજરાત

ભાવનગર : બિલી વૃક્ષના લાકડામાંથી શિવભક્તે કર્યું અનોખા શિવલિંગનું નિર્માણ, સમગ્ર રાજ્યની કરશે પરિક્રમા

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના એક શિવભક્તે બિલી વૃક્ષના લાકડામાંથી અનોખા શિવલિંગનું નિર્માણ કર્યું છે.

X

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના એક શિવભક્તે બિલી વૃક્ષના લાકડામાંથી અનોખા શિવલિંગનું નિર્માણ કર્યું છે. એટલું જ નહીં, આ શિવલિંગને લઈ શિવભક્ત સમગ્ર ગુજરાતની પણ પરિક્રમા કરવાના છે.

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવજીને રીઝવવા માટે શિવભક્તો વિવિધ રીતે પૂજા-અર્ચના કરતા હોય છે. સાથે જ શિવજીને પ્રસન્ન કરવા ભોગ, શિવસ્ત્રોત, શિવ તાંડવ દ્વારા શિવજીનું પૂજન કરવામાં આવે છે, ત્યારે ભાવનગરના રહેવાસી શિવભક્ત રવિ ઓઝાએ અનોખી રીતે શિવભક્તિ કરી બતાવી છે. શિવભક્તે બિલી વૃક્ષના લાકડામાંથી અનોખા શિવલિંગનું નિર્માણ કર્યું છે. શિવભક્તને આ શિવલિંગ બનાવતા 108 કલાક જેટલો સમય લાગ્યો હતો, ત્યારે આ શિવલિંગની અનેક ભક્તો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, શિવભક્ત રવિ ઓઝા બીલી વૃક્ષના લાકડામાંથી નિર્માણ કરેલા શિવલિંગને લઈ રાજ્યના તમામ જિલ્લાઓમાં પરિક્રમા કરશે. ત્યારબાદ તેઓ ભાવનગર ખાતે શિવલિંગની વિધિવત રીતે સ્થાપના કરશે.

Next Story