Connect Gujarat
ગુજરાત

ભાવનગર : વાળુકડ ગામે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ...

જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

X

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભાવનગરના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ લોક વિદ્યાલયની હોસ્ટેલમાં 21 વર્ષીય વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલની છત પર રહેલા પાણીના ટાંકામાં ઝંપલાવી આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ પાલીતાણા રૂરલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજ સહિત સુસાઇડ નોટ મેળવવાની તજવીજ હાથ ધરી હતી, ત્યારે હાલ તો આ વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાત કર્યો છે, તે અંગે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

Next Story