/connect-gujarat/media/post_banners/f2fa8c08eea4feb75299560c6a8de524028720a5d8bb09df6731b51b5c2ee63e.jpg)
ભાવનગર શહેરમાં સિંધુનગર ખાતે રહેતા અને શહેરની ગંગાજળિયા તળાવ વિસ્તરમાં શાકભાજીનો વેપાર કરતા સુરેશભાઈ જમયતમલ કુકરેજા ઉ.વ ૫૬ જેઓ ગત તારીખ ૧૧/૦૬/૨૦૨૩ ના રોજ સવારના સમયે ઘરેથી ભાવનગર ચિત્રા ખાતે આવેલ એપી.એમ.સી ખાતે શાકભાજીની ખરીદી કરવા જતાં હતાં ત્યારે પાછળથી આવતી કારના ચાલકે અડફેટે લેતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સ્થાનિક લોકો દ્વારા સગીર વયનાના કાર ચાલકને ઝડપી લીધો હતો.
સમગ્ર ઘટનાને લઈને મૃતક આધેડના પુત્ર સાહિલભાઈ સુરેશભાઈ કુકરેજા દ્વારા નિલમબાગ પોલીસમા નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં સગીરવયના કાર ચાલક અબ્દુલરહેમાન હનીફભાઇ તેલીયા અને પિતા મહંમદ હનીફભાઈ ટેલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.