/connect-gujarat/media/post_banners/47ca226adf3f8845b62c29fff212f36ccb50a734c2715ca2c68da94222dfe605.jpg)
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના આગેવાનો 'આપ'માં જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વિવિધ પક્ષોના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં પણ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી નજીકના દિવસોમાં જાહેર થવાની છે, ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે 'આપ'ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ભાવનગરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં અરવિંદ કેજરીવાલે જાહેર સભા ગજવી હતી. સભા દરમ્યાન 'આપ'ના સુપ્રીમોએ ભાજપ સરકાર વિરુદ્ધ શાબ્દિક પ્રહારો કર્યા હતા.
જોકે, સભા દરમ્યાન ભાવનગર જિલ્લા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકીએ 'આપ'ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોળી સમાજના આગેવાન રાજુ સોંલકીએ જણાવ્યુ હતું કે, બે બે મુખ્યમંત્રીના હસ્તે હું આપમાં જોડાયો છું, એ મારા માટે ગર્વની વાત છે. કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં જે ગેરેન્ટીઓ આપી હતી, તે પુરી કરી છે. યુવાનનો માટે દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું સહિત અનેક યોજનાઓ હોય તેમજ અનેક ગેરન્ટીઓ જે કેજરીવાલે આપી છે તે પુરી કરી બતાવી છે.