ભાવનગર : ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિન્દરસિંઘ બીટ્ટાએ પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી...

ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર મનિન્દરસિંઘ બીટ્ટાએ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારની મુલાકાત લીધી

New Update
  • ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન ભાવનગરની મુલાકાતે

  • મનિન્દરસિંઘ બીટ્ટાએ જમ્મુ-કાશ્મીર આતંકવાદી હુમલાની નિંદા કરી

  • પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

  • પાકિસ્તાનએ વારંવાર કર્યા છે પીઠ ઉપર ઘા : મનિન્દરસિંઘ બીટ્ટા

  • પાકિસ્તાનને જવાબ આપવાનો સમય આવી ગયો :AIATF ચેરમેન

જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારને ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર મનિન્દરસિંઘ બીટ્ટાએ સાંત્વના આપી હતી. આ સાથે જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું.

ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર મનિન્દરસિંઘ બીટ્ટાએ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારની મુલાકાત લીધી હતી. મનિન્દરસિંઘ બીટ્ટાએ ભાવનગર શહેરના કાળિયાબીડના મૃતકોના ઘરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંત્વના પાઠવી હતી. મનિન્દરસિંઘ બીટ્ટાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કેહવે પાકિસ્તાનને જવાબ આપવાનો સમય આવી ગયો છે.

પાકિસ્તાને વારંવાર પીઠ પર ઘા કર્યા છેઅને હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. આ 70 વર્ષ જૂની કેન્સરની બીમારીને જડમૂળમાંથી ખતમ કરવી પડશે. પ્રધાનમંત્રી મોદી જે નિર્ણય લેશેદેશનો દરેક નાગરિક તેમની સાથે રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, PM મોદી જેમ 370 હટાવીએમPOK પણ લઇ લો.POK ભારતમાં ભેળવવું એ જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે.

વધુમાં મનિન્દરસિંઘે ગુજરાતના નેતાઓની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કેનરેન્દ્ર મોદી અને અમિત શાહે કલમ 370 હટાવી કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરી છે. તેમણે ઇઝરાયલનું ઉદાહરણ આપતા કહ્યું કેત્યાંના દરેક બાળકો દેશ માટે સમર્પિત છેત્યારે હવે ભારત દેશના દરેક નાગરિકે પણ દેશભક્ત બનવું પડશે.

Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના અશા ગામે વિજય દર્શન યોગા આશ્રમમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાય...

ઝઘડિયા તાલુકાના અશા ગામ સ્થિત વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો જોડાયા...

New Update
  • ઝઘડિયાના અશા ગામ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

  • વિજય દર્શન યોગા આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય

  • ઉજવણી પ્રસંગે સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતી

  • યુવાઓને વ્યસનથી દૂર રહી યોગ કરવા માર્ગદર્શન આપ્યું

  • મોટી સંખ્યામાં ગુરુભક્તોએ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લીધો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામ સ્થિત વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો જોડાયા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ આશ્રમો તેમજ પૌરાણિક મંદિરોમાં આજરોજ ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતીત્યારે અશા ગામમાં નર્મદા કિનારે આવેલ  સુપ્રસિદ્ધ વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા દીપપ્રાગટય કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કેઆજે ગુરૂને યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમા છે. ગુરુ રાજેશ્રી મુનીને યાદ કરી તેઓએ તેમની વાતો અને વિચારો રજૂ કર્યા હતા. આપણું ધડતર ગુરુ કરે છેસાથે જ યુવાઓને વ્યસનથી દૂર રહી યોગ અને સાધના કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સહિત મોટી સંખ્યામાં ગુરુભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા.