ભાવનગર:કબીર આશ્રમમાં દારૂ-બર્થ ડે પાર્ટી ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ, તંત્ર દ્વારા સીલકરાયું

કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે

New Update
ભાવનગર:કબીર આશ્રમમાં દારૂ-બર્થ ડે પાર્ટી ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ, તંત્ર દ્વારા સીલકરાયું

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ કબીર આશ્રમમાં ધાર્મિક સ્થળને લાંછન લાગવતો બનાવ સામે આવ્યો છે.આશ્રમમાં ધાર્મિક પ્રવૃત્તિને સિવાય અન્ય ગેરપ્રવૃતિ થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભાવનગરમાં દારૂના દુષણને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ કબીર આશ્રમ જેની આસપાસમાં બે થી ત્રણ સોસાયટીઓ આવેલી છે ત્યારે સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું..

કે કબીર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમને બદલે આશ્રમમાં બર્થ ડે પાર્ટી, દારૂપાર્ટી કરવામાં આવે છે આ પાર્ટીઓમાં દારૂ પણ મોટા પ્રમાણમાં પીવામાં આવે છે ત્યારે સ્થાનિકો દ્વારા ડી જે વગાડવાનીના પાડવા જતા સ્થાનિકોને ધમકી આપવામાં આવે છે આવી અનેક ફરિયાદોને લઈને સ્થાનિકોએ પોલીસ તેમજ મહાનગરપાલિકામાં અરજી કરેલી છે ત્યારે કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે  

Latest Stories