ભાવનગર: મહુવામાં બે જુથ વચ્ચે અથડામણ,પથ્થરમારો થતા 15 લોકો ઇજાગ્રસ્ત

ભાવનગર જિલ્લાના મહુવાના ઇન્દિરા નગરમાં બે જૂથ વચ્ચે નજીવી બોલાચાલીમાં જૂથ અથડામણ થઈ હતી. સામસામે પથ્થર મારો થતા વાતાવરણ તંગ બન્યું હતું

New Update
ભાવનગર: મહુવામાં બે જુથ વચ્ચે અથડામણ,પથ્થરમારો થતા 15 લોકો ઇજાગ્રસ્ત

ભાવનગર જિલ્લાના મહુવાના ઇન્દિરા નગરમાં બે જૂથ વચ્ચે નજીવી બોલાચાલીમાં જૂથ અથડામણ થઈ હતી. સામસામે પથ્થર મારો થતા વાતાવરણ તંગ બન્યું હતું.

ભાવનગરના મહુવા ઇન્દિરા નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો થતા 15 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહુવા ટાઉનમાં જૂથ અથડામણમાં બન્ને સમાજની સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ બન્ને પક્ષોના આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.બન્ને સમાજના આગેવાનો અને તમામ જનતાને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે.