/connect-gujarat/media/post_banners/6e9a3baa80166ca4f381d658ae4c666ba5c523badd59da5936dc378b68de619b.jpg)
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર 2 ગામે ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ખંડિત કર્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈક અજાણ્યા ઈસમોએ નુકશાન પહોંચાડી લાગણી દુભાવી હોવાની ગામના સરપંચે ફરિયાદ કરી છે. ફરિયાદના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના ચહેરા ઉપર નુકશાન તેમજ ભારત બંધારણ પુસ્તક પર પથ્થરના ઘા સહિત નુકશાન કર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે પોલીસે શંકાસ્પદ લોકોની પુછપરછ શરૂ કરી છે, જ્યારે ઘટના અંગે ભાવનગર દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.