ભાવનગર શહેરના દિપક ચોક વિસ્તારમાં દારૂનું વેચાણ અને જુગાર રમાડવાની ના કહેતા 2 જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 20થી વધુ લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગર શહેરના દિપક ચોક વિસ્તારમાં આવેલ અડોડીયાવાસમાં દારૂના વેચાણ સાથે જુગારધામ ચાલતું હતું. જેને બંધ કરવા માટે સ્થાનિક વ્યક્તિ પહોચ્યા હતા. આ દરમ્યાન બોલાચાલી ઉગ્ર બનતા માલધારી સમાજ અને અડોડીયા સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાય હતી, ત્યારે સમગ્ર બનાવને લઈને 108 અને ખાનગી વાહનો મારફતે 20થી વધુ ઇજાગ્રસ્તોને સર ટી. હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.