/connect-gujarat/media/post_banners/df0b64a08607493f2ea5968195ce5cb3bad11c46d3349f68d33ba3989c62676d.jpg)
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી ગુજરાત કોલ્ડડ્રિન્ક નામની દુકાનમાં આવારા તત્વોએ નુકશાન કરી પૈસાની માંગ કરતા વેપારી દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભાવનગર શહેરમાં દિવસેને દિવસે આવારા તત્વોનો આતંક વધતો જાય છે. એક પછી એક ગુનાહિત કૃત્યોની ઘટના બની રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી હતી. શહેરના વડવા વિસ્તારમાં આવેલી ગુજરાત કોલ્ડડ્રિન્ક નામની દુકાનમાં વેપારી પોતાનો ધંધો કરી રહ્યા હતા. ત્યારે ત્યાં એક ઈસમ આવી અને દાદાગીરી કરી પૈસાની માંગ કરી હતી. અને જો પૈસા નહી આપે તો મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર વડવા વિસ્તારમાં આવેલી ગુજરાત કોલ્ડડ્રિન્ક નામની દુકાનમાં શખ્સ આવી અને દાદાગીરી કરી દુકાન માલિક પાસેથી રૂપિયા એક લાખની માંગ કરી દુકાનમાં નુકશાન પહોંચાડ્યું હતું. જે ઘટનાને લઇ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જે ઘટના અંગેના CCTV વિડિઓ પણ સામે આવ્યા હતા. નીલમબાગ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે દુકાન માલિક વેપારીની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.