ભાવનગર: DYSPના પુત્રનુ કેનેડામાં શંકાસ્પદ હાલતમાં મોત, વતનમાં કરવામાં આવી અંતિમ વિધિ

ભાવનગરનાં સીદસર ગામનો વતની અને પાલનપુરનાં ડી.વાય.એસ.પીનો પુત્ર કેનેડામાં અભ્યાસ કરતો હોય જેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.

New Update
ભાવનગર: DYSPના પુત્રનુ કેનેડામાં શંકાસ્પદ હાલતમાં મોત, વતનમાં કરવામાં આવી અંતિમ વિધિ

ભાવનગરનાં સીદસર ગામનો વતની અને પાલનપુરનાં ડી.વાય.એસ.પીનો પુત્ર કેનેડામાં અભ્યાસ કરતો હોય જેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જેને આજે તેના વતન સીદસર ગામે લાવવામાં આવી અને જ્યાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ભાવનગર નજીકનાં સીદસર ગામના વતની અને પાલનપુર ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રમેશ ડાખરાનો પુત્ર ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો આયુષ પટેલ ગત 5 તારીખનાં રોજ નિત્ય ક્રમ મુજબ યુનિવર્સિટી ગયો હતો બાદ મિસિંગ હતો ,ત્યારબાદ બે દિવસ રહીને ટોરેન્ટો પાસે આવેલ એક પુલ નીચે આયુષ ડાખરનો મૃતદેહ મળી આવ્યો હતો. આયુષ પટેલ કમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરવા માટે સાડા ચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. પરિવાર દ્વારા નિવેદન આપતા જણાવ્યું કે હત્યા કે આત્મહત્યા અંગે કેનેડા પોલીસ હાલ તપાસ કરી રહી છે.કેનેડામાં મળેલ મૃતદેહ મળ્યા બાદ ભારત સરકાર અને BAPS સંસ્થા દ્વારા મદદ કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે તેમના મૃતદેહને ભાવનગર ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.