ભાવનગર: પાંચ વર્ષની બાળકીને નરાધમે પીંખી નાખી,પોલીસે કરી આરોપીની ધરપકડ

ભાવનગર જિલ્લામાં પાંચ વર્ષની માસુમ ફૂલ સમાન બાળકીને નરાધમે પીંખી નાખી હતી,વાસનાના ભૂખ્યા વરુ સમાન આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. 

New Update
Advertisment
  • ભાવનગરમાં પાંચ વર્ષીય બાળા પીંખાઈ 

  • નરાધમે ફૂલ સમાન બાળકી પર આચર્યું દુષ્કર્મ 

  • ઈજાગ્રસ્ત બાળકી સારવાર હેઠળ 

  • પોલીસે કરી નરાધમની ધરપકડ 

  • પોલીસે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરી 

Advertisment

ભાવનગર જિલ્લામાં પાંચ વર્ષની માસુમ ફૂલ સમાન બાળકીને નરાધમે પીંખી નાખી હતી,વાસનાના ભૂખ્યા વરુ સમાન આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. 

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથક વિસ્તારમાં એક શખ્સ દ્વારા પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.બાળકીને લાલચ આપીને આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની માહિતી છે.ઘટનાના પગલે ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જ્યાં તેની સારવાર ચાલુ છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.જે ફરિયાદના આધારે વરતેજ પોલીસે ગણતરીના સમયમાં આરોપી શખ્સને ઝડપી લીધો હતો.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories