ભાવનગર: ડોક્ટરોને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા માટે આરોગ્ય વિભાગની સૂચના

ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરોને ક્લિનિક,હોસ્પિટલ, લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,જો આ બાબતે કોઈ ચૂંક કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

New Update

ભાવનગરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી

250 જેટલા યુનિટો રજિસ્ટ્રેશન બાકી છે

ડોક્ટરોને રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ 

રજીસ્ટ્રેશન વગરના હોસ્પિટલ સામે થશે કાર્યવાહી 

આરોગ્ય અધિકારીએ આપી સૂચના 

ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરોને ક્લિનિક,હોસ્પિટલ, લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,જો આ બાબતે કોઈ ચૂંક કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં માત્ર ત્રણસો જેટલા હોસ્પિટલ અને વિવિધ મેડિકલ સુવિધા પૂરી પાડતી સંસ્થાઓના રજીસ્ટ્રેશન થયા છે. આરોગ્ય અધિકારી ચંદ્રમણીના જણાવ્યા મુજબ હજી 250 જેટલા યુનિટો રજિસ્ટ્રેશન બાકી છે.પરંતુ ભાવનગર શહેરમાં આવી હોસ્પિટલલેબોરેટરી અને અનેક ડોક્ટરો દુકાનો ખોલી બેઠા છે.તો સાચો આંકડો કયો છે.જ્યારે અધિકારીએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લા બંનેનું રજિસ્ટ્રેશન જિલ્લા આરોગ્ય ખાતામાં કરવામાં આવે છે.જો હવે વહેલી તકે આ રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો તેવા હોસ્પિટલ,ક્લિનિક,લેબોરેટરી સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. 

#Gujarat #CGNews #Bhavnagar #doctors #health department #registered
Here are a few more articles:
Read the Next Article