ભાવનગર : છેલ્લા 6 મહિનામાં શ્વાન કરડવાના 15,197 કેસ નોંધાયા, ચોંકાવનારો આંકડો સામે આવતા મનપાની કામગીરી ઉપર સવાલ...

શહેરમાં આજે ગલીએ ગલીએ રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. વાહન લઈને નીકળતા લોકો પાછળ પણ શ્વાન દોડતા હોવાના કિસ્સાઓ રોજ વધી રહ્યા છે.

ભાવનગર : છેલ્લા 6 મહિનામાં શ્વાન કરડવાના 15,197 કેસ નોંધાયા, ચોંકાવનારો આંકડો સામે આવતા મનપાની કામગીરી ઉપર સવાલ...
New Update

ભાવનગર શહેરમાં રખડતાં શ્વાનનો ખૂબ ત્રાસ વધી ગયો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા અને સર્ટી હોસ્પિટલના 6 મહિનાના ચોંકાવનારા આંકડાને જોતાં મનપાની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે.

ભાવનગર શહેરમાં આજે ગલીએ ગલીએ રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. વાહન લઈને નીકળતા લોકો પાછળ પણ શ્વાન દોડતા હોવાના કિસ્સાઓ રોજ વધી રહ્યા છે. તો બીજી તરફ, શ્વાન કરડવાથી ઇન્જેક્શન લેવા માટે પણ લોકોની હોસ્પિટલમાં કતારો લાગી રહી છે. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આરોગ્ય કેન્દ્ર ઉપર પણ 6 મહિનાના આંકડાઓ ચોંકાવનારા છે, તેમજ સરકારી હોસ્પિટલમાં તો આંકડો એટલો મોટો છે કે, તમે આશ્વર્યચકિત થઈ જશો. જેના કારણે મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 6 મહિનામાં રખડતાં શ્વાનના રસીકરણ અને ખસિકરણ પાછળ રૂ. 3 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ, ભાવનગરની સર્ટી હોસ્પિટલમાંથી પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સર્ટી હોસ્પિટલમાં જોઈએ તો એપ્રિલ માસમાં 3381, મે માસમાં 2948, જુલાઈ માસમાં 1915, ઓગષ્ટ માસમાં 1734 અને સપ્ટેમ્બર માસમાં 1948 કેસ સામે આવ્યા છે, જ્યારે મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટર પર 973 જેટલા લોકોને શ્વાન કરડવાના આંકડા સામે આવ્યા છે, જ્યારે શ્વાન કરડવાના કેસનો કુલ આંકડો 15,197 થવા જાય છે. આમ શહેરમાં શ્વાનના ત્રાસની સમસ્યાઓને સમજી શકાય છે, ત્યારે લાખો રૂપિયાના એંધાણ કરવા છતાં જનતાને રખડતાં શ્વાનના ત્રાસથી મુક્તિ નથી મળતી હોવાનો વિરોધ પક્ષે આક્ષેપો કર્યો હતો.

#Gujarat #CGNews #Bhavnagar #municipality #dog bites #Stray Dog #raised
Here are a few more articles:
Read the Next Article