ભાવનગર : વ્યાજના રૂ. 50 હજાર પરત નહીં આપતા 2 વ્યાજખોરોએ કરી યુવકની કરપીણ હત્યા..!

રાત્રીના સમયે વિશાલ અને નીરવ નામના બન્ને ઈસમો પ્રદીપને અવાવરું જગ્યા પર લઇ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો, રૂ. 50 હજાર પરત નહીં આપતા શખ્સોએ કરી હત્યા

New Update
  • કાળીયાબીડ વિસ્તારના યુવાનની હત્યાનો મામલો

  • વ્યાજના પૈસાની લેતીદેતીમાં ખેલયો હતો ખૂની ખેલ

  • રૂ. 50 હજાર પરત નહીં આપતા શખ્સોએ કરી હત્યા

  • યુવાનને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતાર્યો

  • હત્યાના ગુન્હામાં સંડોવાયેલા 2 શખ્સોની ધરપકડ

ભાવનગર શહેર કાળીયાબીડ વિસ્તારના યુવાનની વ્યાજના પૈસાની લેતીદેતીમાં હત્યાની ઘટના સામે આવી હતીત્યારે હત્યાના ગુન્હામાં સંડોવાયેલા 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેર તથા જિલ્લામાં ફરી એક વખત વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા પ્રદીપ ઉર્ફે ઘૂઘા ડાભી નામના યુવાનએ વિશાલ સોહલા અને નીરવ ગોહિલ પાસેથી 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે અંગે વ્યાજના પૈસા માટે બન્ને શખ્સો દ્વારા પ્રદીપ પાસે ઉઘરાણી કરી હેરાન કરતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

2 દિવસ પહેલા રાત્રીના સમયે વિશાલ અને નીરવ નામના બન્ને ઈસમો પ્રદીપને અવાવરું જગ્યા પર લઇ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ યુવાનની ઓળખ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રદીપ ઉર્ફે ઘૂઘાનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પરિવારને જાણ કરાતા મૃતકના સ્વજને નીલમબાગ પોલીસ મથક હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી હત્યામાં સંડોવાયેલા ઈસમોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે પ્રદીપની હત્યા કરનાર વિશાલ સોહલા અને નીરવ ગોહિલને ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે બન્ને ઈસમોને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories