/connect-gujarat/media/post_banners/b4f1c449181f0e8fabf56354565c36e11ec260a91165428054058a7c2c79bebd.jpg)
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગ દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના હાદાનગર વિસ્તારમાંથી 35 જેટલા ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગ દ્વારા પોલીસ કાફલા સાથે શહેરના હાદાનગર વિસ્તારમાં 35 જેટલા કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ વિસ્તરમાં 12 મીટરનો ટીપી રોડ આવેલો છે, જેના પર કેટલાક દબાણકર્તાઓએ કાચા-પાકા 35 જેટલા બાંધકામો ખડકી દઇ એક તરફથી માર્ગ સંપૂર્ણ બંધ કરી દીધો હતો. થોડા દિવસ પૂર્વે તંત્રએ સર્વે હાથ ધરી તમામ દબાણકારોને નોટિસ ફટકારી હતી, અને દબાણો હટાવી લેવા જણાવ્યું હતું. પરંતુ સ્વૈચ્છીક રીતે દબાણો દૂર કરવામાં ન આવતા આખરે ગેરકાયદેસર દબાણો પર મનપાનું બુલડોઝર ફેરવી દઈ માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.