Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ માટે મનપાનું અભિયાન, ઢોરોને લગાવાશે RFID..

શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા મહાનગર પાલિકા ઢોરના કાનના ભાગે ડિજિટલ યુગમાં RFID(રેડિયો ફિકવનસી) ટેગ મારવામાં આવશે.

X

ભાવનગર શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા મહાનગર પાલિકા ઢોરના કાનના ભાગે ડિજિટલ યુગમાં RFID(રેડિયો ફિકવનસી) ટેગ મારવામાં આવશે.

ભાવનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાક દિવસોથી કામગીરી કરી રહયું છે, ત્યારે હવે શહેરના રસ્તાઓને ઢોરમુક્ત કરવા એક મોટો નિર્ણય લેવાયો છે. ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઢોરનો ત્રાસ છે, ત્યારે શહેરના તમામ ઢોરને ડિજિટલ RFID (રેડિયો ફિકવનસી) ટેગ લગાવી દેવામાં આવશે, રખડતું ઢોર પકડાય તો તેના માટેનો દંડ પણ કોર્પોરેશને લેવામાં આવે છે.

શહેરને રખડતા ઢોરના ત્રાસથી મુક્ત કરવા માટે તમામ ઢોર પર ડિજિટલ RFID (રેડિયો ફિકવનસી) ટેગ લગાડી દેવામાં આવશે. ચોમાસાની સીઝનમાં રખડતા ઢોરોનો ત્રાસ સૌથી વધુ હોય છે ત્યારે કોર્પોરેશન ઝડપથી તેના પર કામગીરી શરુ કરશે અને આગામી દિવસોમાં રસ્તા પર દેખાતા ઢોરોને પકડવાની કામગીરી પણ મોટાપાયે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

Next Story