ભાવનગર: મેડિકલ કોલેજના વિધાર્થીઓની માંગ નહીં સંતોષાતા, તંત્રને ઉગ્ર હડતાળની ચીમકી ઉચ્ચારી

ભાવનગર મેડિકલ કોલેજના છાત્રોએ સ્થળાંતરના મામલે યોગ્ય નિર્ણય નહિ લેવાઈ તો ઉગ્ર હડતાલ સાથે રજૂઆતની ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.

New Update

ભાવનગર ખાતે આવેલ સરકારી મેડિકલ કોલેજમાં 200 થી વધારે વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ કરે છે જેમાં મેડિકલ કોલેજ જર્જરિત હાલતમાં છે. જેને લીધે મેડીકલ કોલેજ સંચાલકો દ્વારા કોલેજના સમારકામ માટે આ વિદ્યાર્થીઓને વૈકલ્પિક જગ્યા માટે લેપ્રેસિ હોસ્પિટલ રુવાપરી ખાતે સ્થળાંતર કરવાનું નક્કી કર્યું છે. ત્યારે મેડિકલ કોલેજના વિદ્યાર્થી ઓને લેપ્રેસિ હોસ્પિટલ સર્ટી હોસ્પિટલથી દુર હોય તેમજ આ જગ્યા પર અન્ય સુવિધા તેમજ સિક્યુરિટીને લઈને અન્ય માંગણીઓ કરવામાં આવી છે.જે તંત્રએ આ માંગો પર ધ્યાન ન દેતા તેના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સરકારી મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ , સુત્રોચ્ચાર,કાળીપટ્ટી ધારણ કરી કાર્યક્રમો આપ્યા હતાં. જ્યારે આજે એમ.એસ.એ. ભાવનગરના વિદ્યાર્થીઓ દ્વારા ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું અને જો માંગ પુરી નહીં કરાય તો હડતાલ સાથે રજૂઆત કરવા ચિમકી ઉચ્ચારાઇ હતી .

Latest Stories