Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ચોમાસાની સીઝનના પ્રારંભે જ શહેર થયું પાણી' પાણી', માર્ગ પર નદીઓ વહેતી હોવાના દ્રશ્યો સર્જાયા

માત્ર દોઢ કલાકમાં જ વરસી પડ્યો દોઢ ઈંચ વરસાદ.

X

ભાવનગર શહેર અને જીલ્લામાં ચોમાસા સીઝનનો કહી શકાય તેવો પ્રથમ ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર દોઢ કલાકમાં દોઢ ઈંચની વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી શહેરના અનેક વિસ્તારના માર્ગો પણ પાણીની નદીઓ વહેતી થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભારે વરસાદના પગલે માર્ગો પર પાણી ભરાયા હતા, ત્યારે પાણી માર્ગ પર ભરાવાના અનેક વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે પ્રથમ વરસાદે જ તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી કરી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા તંત્ર માત્ર કાગળ પર જ પ્રિમોન્સુનની કામગીરી કરતુ હોય તેવી લોકચર્ચાએ પણ જોર પકડ્યું હતું.

જોકે, સિઝનના પહેલા સારા વરસાદના કારણે ગરમી અને બફારાથી રાહત મળતા ભાવનગરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર શહેર ઉપરાંત ભાલ પંથકના સનેશ, માઢીયા, સવાઈનગર, દેવળિયા, પાળીયાદ, રાજપરા સહિતના ગામો અને અલંગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Next Story