Connect Gujarat
ગુજરાત

ભાવનગર: રોડ રસ્તા પર ખાડાના પ્રશ્ને આમ આદમી પાર્ટીનો પાલિકા કચેરીએ ઢોલ વગાડી ઉગ્ર રજૂઆત

આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન ઢોલ વગાડી મહાનગર પાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા

X

ભાવનગરમાં ઘણા સમયથી તમામ કામગીરી નહિ થતા આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન ઢોલ વગાડી મહાનગર પાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.

ભાવનગરમાં લાંબા સમયથી રોડ રસ્તાને લઈને લોકો પરેશાન છે. તમામ રસ્તાઓ પર ખાડા જોવા મળે છે લાંબા સમયથી ખાડાઓને લઈને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તાના પ્રશ્નને લઈને ઢોલ વગાડતા કળાનાળા વિસ્તર થી BMC કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભાવનગર આમઆદમી પાર્ટી દ્વારા રોડ રસ્તાની ખરાબ હાલતના પ્રશ્ને કળાનાળા ચોકથી મહાનગર પાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજુઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે ચાલુ સ્ટેન્ડિંગ દરમિયાન આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓને ચેરમેનને તથા મેયરને મળવા નહીં દેવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટી હોલની બહાર રામધૂન બોલાવી હતી જ્યારે બેઠક પૂર્ણ થતા ચેરમેન ધીરુભાઈ ધામેલીયા બહાર આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખની સાથે વાતચીત કરી હતી, પરંતુ રોડ અને રસ્તાને લઈને આમ આદમી પાર્ટીએ અન્ય પ્રશ્નની રજૂઆત નહિ સાંભળતા આમ આદમી પાર્ટીએ વિરોધ શરૂ કર્યો હતો. જ્યારે આ વિરોધને અટકાવવા માટે પોલીસે તમામ કાર્યકર્તાઓને અટકાયોતો કરી હતી તેમજ વિરોધ દરમિયાન કાર્યકર્તા રોડ પર આવી ને રોડ ચક્કાજામ કર્યો હતો, ત્યારે એ ડિવિઝન પોલીસે તમામ વિરોધ પ્રદર્શન કરનાર કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Next Story