Connect Gujarat
ગુજરાત

ભાવનગર: નવાબ માલિકે ફોડયો નવો બોમ્બ, ગુજરાતના એક મંત્રીનું છે ડ્રગ્સ કેસમાં કનેકશન !

એનસીપી નેતા નવાબ મલિકે હવે ગુજરાત ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે

X

એનસીપી નેતા નવાબ મલિકે હવે ગુજરાત ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે ગુરાત સરકારના મંત્રી કિરીટ સિંહ રાણા પર ગંભીર આક્ષેપો કર્યા છે.જેમાં તેઓએ મુંબઈ ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ લોકો સાથે મંત્રી કિરીટ સિંહ રાણાનો સંબંધ હોવાના આક્ષેપ કર્યા છે..

છેલ્લા કેટલાક સમયથી એનસીપી નેતા નવાબ મલિક ડ્રગ્સ કેસને લઈને હોબાળો મચાવી રહ્યા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પણ તેમણે એનસીબી અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હવે નવાબ મલિક ગુજરાતમાં ડ્રગ્સ કેસને ટાર્ગેટ કરી રહ્યા છે. જેમા ડ્રગ્સને લઈને તેમણે ગુજરાતની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે એવા સવાલો ઉઠાવ્યા કે શું આ ડ્રગ્સનો ખેલ ગુજરાતથી ચાલી રહ્યો છે કે શું? ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ રાણા સાથે મુંબઈ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ ગોસાવીના તેમજ ભાનુશાળીના સંબંધો છે એવા આક્ષેપ કર્યા હતા.તેઓના આ નિવેદનને લઈને રાજકારણમાં હવે ઘણો ગરમાવો આવ્યો છે. આ તરફ કિરીટસિંહ રાણાએ આક્ષપે ફગાવ્યા છે. કિરીટસિંહ રાણાએ આક્ષેપો ફગાવતા કહ્યું હતું કે, હું કોઈ ને મળ્યો નથી અને મારે કોઈ સાથે નાતો નથી.

તો ગુજરાત સરકારના પ્રવકતા જીતુ વાઘાણી કિરીટસિંહના બચાવમાં ઉતર્યા છે. તેમણે નવાબ મલિકને પડકાર ફેંક્યો છે. કોંગ્રેસ અને NCP પોતાના મોઢા અરીસામાં જોઈ લે. હું કિરીટસિંહ સામે આક્ષેપ કરનારને ચેલેન્જ કરું છું.NCP પુરાવો લાવે બાકી આક્ષેપ બંધ કરે.

Next Story
Share it