/connect-gujarat/media/post_banners/894730c56c7614faedf54f9b06a1471efac02aee103b2fb360627ba6dbe743db.webp)
ગારિયાધાર તાલુકાનાં વિવિધ ગામોના માર્ગો બિસ્માર બનતા અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે જો માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગારીયાધાર તાલુકાના ગામના અનેક માર્ગો બિસ્માર હાલતમાં છે.જેમાં સુરનગરથી સમઢીયાળા જતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે.બિસ્માર માર્ગના કારણે અકસ્માતના પ્રમાણમાં પણ વધારો થયો છે, જેમાં ગામના 5 જેટલા લોકોને પણ ઇજા પહોંચી છે.વારંવાર રજૂઆત કરવા છતા પણ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનો દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરી તંત્રના બહેરા કાને વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જો હજુ પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.