ભાવનગર: પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ રીક્ષાચાલકની પોલીસે કરી ધરપકડ

રીક્ષા ચાલકે આનંદનગરની મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.આ મામલામાં પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • ભાવનગરમાં બન્યો હતો ચકચારી બનાવ

  • રીક્ષાચાલકે પરિણીતા પર આચર્યું હતું દુષ્કર્મ

  • દુષ્કર્મ આચરી ધાકધમકી આપતો હતો

  • બી ડિવિઝન પોલીસે ગુનો કર્યો હતો દાખલ

  • નરાધમ રીક્ષાચાલકની ધરપકડ

Advertisment
ભાવનગરના સિહોર ઘાંચીવડમાં રહેતા રીક્ષા ચાલકે આનંદનગરની મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.આ મામલામાં પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા આજથી થોડા સમય પહેલા પતિ સાથે મન દુઃખ થતા સંતાનોને લઈને તેના પિતાના ઘેર જવા રવાના થઈ હતી એ દરમિયાન પરણીતા જે રીક્ષામાં બેઠી હતી એ રીક્ષા ચાલક સાથે સંપર્કમાં આવી હતી અને વિધર્મી શખ્સે મુસાફરી દરમિયાન પરણીતાને વિશ્વાસમાં લઈને તેનો મોબાઈલ નંબર મેળવ્યો હતો દરમિયાન આ શખ્સે થોડા સમયમાં જ પરણીતાને પોતાની સાથે કોલ માં વાત કરવા અને રૂબરૂ મળવા માટે મજબૂર કરી હતી.
જો તે મળવા ન આવે તો તેની સાથે આડા સંબંધ છે તેવી  વાત તેના પતિને કરવાની ધમકી આપી હતી. જેથી તે આરોપીને મળવા ગઈ હતી દરમ્યાન વડવા વિસ્તારમાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે પરણીતાની ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનાર નરાધમ અફઝલ યુસુફ દસાડીયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories