/connect-gujarat/media/post_banners/7767b321e8516441529e7263d1387aa3fa615b694551265d1c2399361b159d95.jpg)
આગામી સમયમાં આવી રહેલા સાતમ આઠમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સઘન પેટ્રોલિંગ સહિતની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર ખાતેના સુરકાના ડેલા વિસ્તારમાંથી સિહોર પોલીસે બાતમી આધારે બે ઇસમોને ત્રણ દેશી તમંચા તથા બે પીસ્તલ તથા સાત જીવતા કારતૂસ મળી કુલ રૂ. ૭૧૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
ઘાતક હથિયારોનો વહેંચવા બે ઈસમો ભાવનગરના સિહોરમાં પેરવી કરી રહ્યા હોય તેવી બાતમી સિહોર પોલીસને મળતા પોલીસે તે અંગે વોચ ગોઠવી ઘાતક હથિયારોના સોદાગારોને ઝડપી લેવા જાળ બિછાવી હતી.જેમાં સુરકાના ડેલા વિસ્તારમાં પોલીસે માહિતીના આધારે બાઇક પર બે ઇસમો
ભગીરથ મકવાણા પાસેથી બે દેશી તમંચા તથા ત્રણ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા સાથે રહેલા મોસીન લાખાણી પાસેથી એક દેશી તમંચો તથા બે પીસ્ટલ તથા ચાર જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે બંનેની અટકાયત કરી હતી. બંને ઇસમોની પૂછપરછમાં હથિયારો યુપીમાંથી અહીં વેચવા માટે લાવ્યા હોય તેવી પ્રાથમિક માહિતી આપી હતી પરંતુ અગાઉ આવા કોઈ હથિયારો લાવીને કોઈને વહેંચયા છે કે કેમ અને અહીં કોને આ હથિયાર આપવાના હતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નીંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે