-
મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા કાર્યવાહી
-
મોટી તળાવ વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું
-
10 ટ્રક ભરીને લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત
-
અલંગની મશીનરી તેમજ ભંગારનો જથ્થો જપ્ત
-
અન્ય વેપારીઓ સહિત ભંગારિયાઓમાં ફફડાટ
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા મોટી તળાવ VIP વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં લાખોની કિંમતની અલંગની મશીનરી તેમજ ભંગારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સતત દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે મહાનગરપાલિકાના નવા નિમાયેલ કમિશનર સુજીતકુમાર દ્વારા શહેરના કુંભારવાડા VIP વિસ્તારમાં ડિમોલિશન માટેની કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત મોટી તળાવ વિસ્તારમાં અનેક અલંગના ભંગારના વેપારીઓ દ્વારા પોતાની પ્રિમાઈસિસ બહાર ગેરકાયદેસર ભંગાર, કેબલ મશીનરી તેમજ અલંગ ખાતેથી લાવવામાં આવતી અનેક ચીજવસ્તુઓ મુકવામાં આવતી હતી, ત્યારે ભાવનગર મનપાની દબાણ શાખા દ્વારા 3 દિવસમાં 10 ટ્રક ભરીને માલ જપ્ત કરવામાં આવતા અન્ય વેપારીઓ સહિત ભંગારિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.