Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહલગ્નમાં પંજાબના CM ભગવંત માન રહ્યા ઉપસ્થિત

ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા

ભાવનગર: સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહલગ્નમાં પંજાબના CM ભગવંત માન રહ્યા ઉપસ્થિત
X

ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા

ભાવનગરના આંગણે માન્ધાતા ગ્રુપ દ્વારા 201 સર્વ સમુહ લગ્નનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ સમૂહ લગ્નનો કાર્યક્રમ આપના જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી દ્વારા યોજવમાં આવ્યો હતો અહીં પંજાબના મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું.મુખ્યપ્રધાને પત્રકાર પરિષદમાં ખાલીસ્તાનીઓની શરૂ થયેલી ચળવળના મામલે કહ્યું હતું કે ધરણા કે પ્રદર્શન કરવાની સૌ ને છૂટ છે પરંતુ તેની આડમાં હિંસા થાય તે ચલાવી લેવાશે નહીં તેમણે કહ્યું કે પોલીસ મથક ઉપર હુમલો કરવાની ઘટનાની સૌએ નિંદા કરી રહ્યું છે અને આવા તોફાન કરનાર પંજાબી હોઈ શકે નહીં એમ તેમણે જણાવ્યુ હતું

Next Story