મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ
મગફળી સહિતના અનાજની ખરીદીનો પ્રારંભ
રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદીની કરી હતી જાહેરાત
11,463 ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી
ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતો થયા આનંદિત
ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય શિવા ગોહિલે પૂજા કરી આ ખરીદીનો શુભ આરંભ કર્યો હતો.
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે,રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતના પાક ખરીદી માટેની જાહેરાત કરવામાં આવી હતી,જેનો પ્રારંભ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.આ વર્ષે કુલ 11,463 ખેડૂતોની મગફળી ટેકો ભાવ પર ખરીદવામાં આવશે. રાજ્ય સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1452 રૂપિયા નક્કી કર્યો છે. ખેડૂતને યોગ્ય ભાવ મળે તે માટે ત્રણ એજન્સીઓને ખરીદી પ્રક્રિયાની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં બંધુત્વ ફાર્મર, તાલુકા ખરીદ વેચાણ સંઘ અને સંભવિત ફાર્મર પ્રોડ્યુસર કંપનીનો સમાવેશ થાય છે.
APMC ચેરમેન ગભરૂ કામલિયાએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ મગફળી સારી રીતે સૂકવીને લાવે, જેથી ખરીદી પ્રક્રિયા સરળ બને.બે મહિનાના અંદર સમગ્ર ખરીદી પૂર્ણ કરવામાં આવશે તેવી તૈયારી દર્શાવવામાં આવી છે.
ધારાસભ્ય શિવા ગોહિલે જણાવ્યું કે, “વર્તમાન સમયમાં ઉત્પાદન સામે માંગ ઓછી હોવાથી ખેડૂતોને બજારમાં સારો ભાવ મળતો નથી. રાજ્ય સરકાર ખેડૂતોને સમાન્તર ભાવ મળે તે માટે ટેકાના ભાવે ખરીદી કરે છે. મહુવામાં આજે મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે.