-
રેલવે કર્મચારી દ્વારા મહિલા સાથે છેડતીનો મામલો
-
રેલવે વેઇટિંગ રૂમમાં મહિલા સાથે કર્યા હતા અડપલાં
-
લંપટ કર્મચારીને રેલવે કોર્ટ દ્વારા દોષિત ઠેહરાવાયો
-
2 વર્ષની સખત કેદની સજા અને રૂ. 25 હજારનો દંડ
-
દંડ ન ભરે તો વધુ 6 માસ કેદની સજાનો પણ હુકમ
ભાવનગરમાં રેલવે કર્મચારી દ્વારા મહિલા સાથે છેડતીના કેસમાં લંપટ કર્મચારીને રેલવે કોર્ટે દોષિત ઠેહરાવી 2 વર્ષની સખત કેદની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે 6 માસ પૂર્વે ફરિયાદી મહિલા ભાવનગરથી ધોળા ખાતે જતી મહિલા વેઇટિંગ રૂમમાં બેઠી હતી. તે દરમ્યાન વેઇટિંગ રૂમના ઇન્ચાર્જ રેલવે કર્મચારી જગદીશ નૈયા ત્યાં આવી ફરિયાદી મહિલાને જણાવ્યું હતું કે, તમારી પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ છે, અને તમે AC વેઇટિંગ રૂમમાં બેસો, તેમ કહી AC વેઇટિંગ રૂમમાં મહિલા સાથે શારીરિક અડપલાં કરી બીભત્સ માંગણી કરી હતી. જે ઘટનાની પીડિત મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ રેલવે કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એસ.એ.તોમરની ધારદાર દલીલ તેમજ લેખિત-મૌખિક જુબાની, દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લઈને રેલવે કોર્ટના જજ યસ પી. શાહ દ્વારા આરોપી જગદીશ નૈયાને દોષિત ઠેરવી 2 વર્ષ સજા તથા 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ સાથે જ દંડની રકમ ન ભરે તો આરોપીને વધુ 6 માસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.