ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે રાજકીય પક્ષો આવનારી ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના ઉમેદવારોને ટીકીટ નહિ આપે તો કરણીસેના અપક્ષ અથવા અન્ય પાર્ટીમાં જોડાવા કટિબદ્ધ હોવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પૂર્વેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ત્યારે વિવિધ જ્ઞાતિ અને સમાજના લોકો પોતાના પ્રતિનિધિને ટીકીટ આપવા તેમજ લડવા માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં કરણીસેના દ્વાર રેલીથી કાર્યક્રમો યોજ્યા હતા અને હાલ કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા વિવિધ જગ્યાએ પાત્રકાર પરિષદ યોજી સરકારને પડકાર કરી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. રાજકીય પક્ષો પાસે રાજપૂતો અને ક્ષત્રિયો સમાજ માટે ટિકિટની માંગ કરી હતી. રાજ શેખાવતે જણાવ્યું હતું કે આવનાર ચૂંટણીમાં રાજકીય પક્ષો કરણીસેનાના ઉમેદવારને ટિકિટ આપે તો સારી વાત છે બાકી અપક્ષ ઉમેદવારી નોંધાવી કરણી સેનાના ઉમેદવારો ચૂંટણી લડશે અને જરૂર જણાશે તો રાજ શેખાવત ખુદ ચૂંટણી લડી સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે .