Connect Gujarat
ગુજરાત

ભાવનગર: શિયાળાની શરૂઆતમાં જ પાણીનો વિકટ પ્રશ્ન,સ્થાનિકો વ્યક્ત કર્યો વિરોધ

શિયાળાની શરૂઆત શરૂઆતમાં જ પાણીનો વિકટ પ્રશ્ન જોવા મળી રહયોચે જેનાથી ત્રસ્ત રહીશોએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે.

X

ભાવનગરમાં શિયાળાની શરૂઆત શરૂઆતમાં જ પાણીનો વિકટ પ્રશ્ન જોવા મળી રહયોચે જેનાથી ત્રસ્ત રહીશોએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે.

રાજ્યમાં સારો વરસાદ વરસતા મુખ્ય જળાશયો ઓવરફ્લો થઈ ગયેલ છે. જેથી પીવાના પાણી પૂરું પાડવા માટે અધિકારીઓને રાહત મળી હતી ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં પાણી પૂરું પડતા શેત્રુજી ડેમ અને બોળતલાવ બન્ને અવરફલો થાય છે તેમ છતાં ભાવનગરમાં શહેરમાં રિંગરોડ પર પાણી નો પ્રશ્ન ઉદ્દભવ્યો છે.શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલ સાગર ટાઉનશીપના રહીશોને ઘણા સમયથી પાણી અપૂરતું મળે છે. જેના લીધે મહાનગર પાલિકાને પણ ટેક્સ ભરતી જનતાને રોકડ રૂપિયા આપીને પાણીના ટેન્કર મંગાવા પડે છે અને દિવાળી જેવા પર્વ આવતા હોય ત્યારે ઘરકામમાં પાણીની ખૂબ જરૂર પડતી હોય છે ત્યારે અનેક વખત વોટર વર્ક્સમાં ફરિયાદ કરવા છતાં પાણી પ્રશ્ન હલ નહિ થતા સાગર ટાઉનશીપિંગ મહિલા મંડળ દ્વારા મનપા કમિશનર એન વી ઉપાધ્યાયને રજુઆત કરી હતી તેમજ મુખ્યમંત્રીને પણ પત્ર વ્યવહાર દ્વારા રજુઆત કરવામાં આવી હતી

Next Story