ભાવનગર : શ્રી સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ દ્વારા ગૌ ગોષ્ઠી સમારોહ યોજાયો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત...

ભાવનગર જિલ્લાના કોબડી ગામ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ આયોજિત ગૌ ગોષ્ઠી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભાવનગર જિલ્લાના કોબડી ગામ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ આયોજિત ગૌ ગોષ્ઠી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગર જિલ્લાના મહેમાન બન્યા હતા. કોબડી ગામ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ આયોજિત ગૌ ગોષ્ઠી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરથી 15 કિલોમીટર દૂર આવેલ કોબડી ગામ સ્થિત શ્રી સર્વેશ્વર ગૌધામ ખાતે ગૌસેવક જયદેવ શરણજી મહારાજ દ્વારા ગૌ ગોષ્ઠી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત સંતો-મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સર્વેશ્વર ગૌ ધામ કેજ્યાં અપંગનિરાધાર ગાયો અને બળદોને રાખવામાં આવે છે. તેમજ તમામ પશુઓના જરૂરી ઓપરેશન પણ અહીં કરવા માટે હોસ્પિટલ પણ કાર્યરત છે. રોજના હજારો પક્ષીઓને ચણ આપવામાં આવે છે. અબોલ ગૌવંશની સેવા કરતી સર્વેશ્વર ગૌધામ ખાતે ઉદ્યોગપતિઓ દ્વારા લાખો રૂપિયાના દાનની સરવાણીનો ધોધ વહ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ આમંત્રિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories