/connect-gujarat/media/post_banners/536472c6dc8e6dafbf3cb7a56df640b5d813a250b74097ae057a3f5121609f0d.jpg)
ભાવનગરમાં આવેલ ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજ ખાતે વાઇસ પ્રિન્સિપાલ દ્વારા બળજબરી પૂર્વક ભાજપની એક સંસ્થામાં સભ્ય બનવા આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે વિધાર્થિનીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.
ભાવનગરમાં આવેલી ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કોલેજના વાઇસ પ્રિન્સિપાલ આર.એ.ગિહેલ દ્વારા એક નોટિસ પાઠવી કોલેજ ભાજપની એક સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપવામાં આવ્યો છે. જેને લીધે વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. કોલેજ પ્રિન્સિપાલ દ્વારા શૈક્ષણિક સંસ્થાને બદલે જાણે આ સંસ્થા ભાજપની સંસ્થા હોય તેવું કાર્ય કરવામાં આવ્યું હતું. ફોટા , મોબાઈલ અને અન્ય આધાર સાથે કોલેજમાં આવવા ફરમાન કરવામાં આવ્યું હતું. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને કોલેજના ટ્રસ્ટીએ તત્કાળ બેઠક બોલાવી હતી. જેમાં ટ્રસ્ટી એ જણાવ્યું હતું કે અમારી કોલેજે રાજકીય પક્ષ બાબતે હંમેશા તટસ્થતા રાખી છે પણ જ્યારે આ રીતની નોટિસ જાહેર થાય તે બાબત ગંભીર ગણાય છે. આ બાબતને અમે પણ પૂરી ગંભીરતાથી લીધી છે પરંતુ બેઠક દરમિયાન કાર્યકારી પ્રિન્સિપાલ રંજનબેન ગોહેલ દ્વારા પોતાના વ્યક્તિગત કારણોસર જાતે લેખિતમાં રાજીનામુ આપી દેવાનું સામે આવ્યું છે .